Saturday 7 October 2017

હેલ્થ ટિપ્સ

બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરે છે નારિયલ તેલ


  • નારિયલ તેલનો દૈનિક આહારમાં ઉપયોગ બ્લ્ડપ્રેશરના લેવલ સામાન્ય કરવામાં સહાયક હોઈ શકે છે. શોધકર્તાઓ કહે છે કે બૈરોરિફ્લેક્સ સંવેદનશીલતામાં અછત બીપીને ઓછું કરવામાં સહાયક છે.
  • બ્રાજીલની ફેડરલ યુનિવર્સિટી ઑફ પરેબાના શોધકર્તા વલાદિર ડે એડ્રાડે બ્રગએ કહ્યું કે નારિયલના તેલનો આહારમાં ઉપયોગ હાઈ બ્લ્ડપ્રેશરમાં પણ સહાયક છે. આશોધ ઉંદર પર કરાઈ અને મેળ્વ્યું કે નારિયલ તેલન સેવનથી ઉંદરનો વજન ઓછું થઈ ગયુંૢ બ્રાગાને કહ્યું કે અમારો આગળું પગલું જોવાનો ક્છ એકે વિધિ માણસ પર પણ કારગર થશે.
  • તેણે કહ્યું કે શોધ વર્તમાન સમયમાં ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે નારિયલ તેલના સેવન ખેલાડિયોના સ્વાસ્થય માટે ખૂબ સારું ગણાય છે અને સ્વસ્થ જીવંસૈલીના ઈચ્છુક લોકો પણ નારિયલ તેલને પોતાના આહારમાં શામેળ કરે છે.

Friday 6 October 2017

હેલ્થ ટિપ્સ

બાળકોથી લઈ મોટેરાંઓ પીવો 1 દેશી ઉકાળો, બીમારીઓ સામે મળશે રક્ષણ

આજકાલ રોગો ખૂબ વકર્યા છે. દિવસે ગરમી લાગે અને રાતે ઠંડક, એવામાં મોસમમાં થતાં આવા ફેરફાર વ્યક્તિને માંદગી તરફ ધકેલે છે. જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ પરેશાન થઈ જાય છે.
જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય છે એવા લોકોને આવી સિઝનમાં તાવ, શરદી, ઉધરસ વગેરે જેવી તકલીફો ઝડપથી થતી હોય છે. ઈમ્યૂન સિસ્ટમ નબળી હોવાને કારણે શરીર વાતાવરણમાં રહેલાં બેક્ટેરિયાની ઝપટમાં આવી જાય છે અને વ્યક્તિ બીમાર પડી જાય છે. જેથી આવી સિઝનલ બીમારીઓથી બચીને રહેવા માટે જરૂર છે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવાની. તો આજે અમે તમને એવા દેશી ઉકાળા વિશે જણાવીશું જે સરળતાથી ઘરે બની જશે અને તેનું સેવન તમને તમામ સમસ્યાઓથી બચાવશે.
આગળ વાંચો સિઝનલ રોગોથી બચવા ને ઈમ્યૂનિટી સારી રાખવા માટે ખાસ ઉકાળા વિશે.
હર્બલ ઉકાળાના લાભ
એલચી, તજ, તુલસીના પાન, સૂંઠ અને મરીને મિક્ષ કરીને બનાવેલો ઉકાળો શરીર માટે બહુ લાભકારી રહે છે. ઉકાળાનું નિયમિત સેવન તમારા શરીરને બીમારીઓથી બચાવશે અને તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે.
ઉકાળામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈન્ફ્લેમેટરી તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને ઈન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે.
સિવાય ઉકાળાનું સેવન શરીરને ડિટોક્સીફાઈ પણ કરે છે, જેનાથી પાચનતંત્ર સારું રહે છે.

આગળ વાંચો ઉકાળો બનાવવાની સરળ રીત વિશે.
હર્બલ ઉકાળો બનાવવાની રીત
એક એલચી
2-3
મરીનો ભૂકો
2-3
સ્ટીક તજનો ભૂકો
4-5
તુલસીના પાન
1
ચમચી સૂંઠ

રીત- એક તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું અને તેમાં બધી સામગ્રી નાંખીને તેને દસ મિનિટ સુધી ઉકાળો. હવે ઉકાળાને ગાળીને સહેજ ઠંડુ થાય એટલે પી લેવું. વધુ સારો ફાયદો મેળવવા માટે ઉકાળાને દિવસમાં બે વાર પીવો.
જો સવારે ખાલી પેટ ઉકાળો પીવામાં આવે તો બહુ વધારે ફાયદા મેળવી શકાય છે.
જો ઉકાળો વધુ તીખો લાગે તો તમે તેમાં નાની ગાંગડી ગોળ પણ ઉમેરી શકો છો.
કાળા મરીનો ઉકાળો
એક નાની ચમચી કાળા મરી, ચાર ચમચી લીંબુનો રસને પાણીમાં મિક્ષ કરીને ગરમ કરો. દરરોજ સવારે આનું સેવન કરો પછી તેમાં 1 ચમચી મધ મિક્ષ કરીને પીવો. આનાથી તમને શરદી, ઉધરસમાં રાહત મળશે અને તમારા શરીરની વધારાની ચરબીને પણ ઘટાડવામાં મદદ કરશે.

Thursday 5 October 2017

હેલ્થ ટિપ્સ

આવો સ્વસ્થ રહેવા માટે આટલુ કરીએ

  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે.
  • આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પણ બીજી તરફ લોકોની કથળતી જતીં જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે. આવો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિતે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમિયાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ
  • સંતુલિત આહાર વ્યસ્ત બનતી જતી જીવનશૈલીને કારણે નિયમ જાળવવો લોકો માટે દિવસેને દિવસે અઘરો બનતો જઇ રહ્યો છે. પણ થોડો સમય ફાળવીને, ધ્યાન દઇને જો સંતુલિત આહારનું સેવન કરશો તો તમારા શરીરને તમે અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડશો. કારણ કે તમારો આહાર તમારા સ્વાસ્થ્યનું નિર્માણ કરે છે.
  • વ્યાયામ અપનાવો આજે તણાવ અને ભાગદોડથી ભરેલું જીવન તો બહુ સામાન્ય બની ગયું છે. સમસ્યાઓથી બચવા વ્યાયામ કરો અને ફિટ રહો.
  • સમયસર તપાસ કરાવો બીમારીઓથી બચવું હોય તો કોઇપણ બીમારીમાં ચિકિત્સા કરાવવામાં સહેજપણ વિલંબ કે આળસ કરશો. તેની સમયસર તપાસ કરાવી યોગ્ય દિશામાં દવા લેવાનું શરૂ કરજો.
  • તણાવમુક્તિ તણાવમુક્ત થઇને તમે તમારા તમામ કાર્યો સરળતાથી અને સમયસર કરી શકો છો. માટે તણાવમુક્ત થવાનો પ્રયાસ કરો.
  • પૂરતી ઊંઘ તણાવમુક્ત રહેવા માટે પૂરતી ઊંઘ પણ એટલી જરૂરી છે. સમયસર ઊંઘવાની અને સમયસર જાગવાની ટેવ પાડો.
  • જોકે, બીમારી કોઇને પણ, ગમે ત્યારે થઇ શકે છે. માટે તેનાથી બચવાના દરેક સંભંવ પ્રયાસો કરતા રહો. માટે ઉપરની ખાસ ટેવો અપનાવી આજીવન તમે સ્વસ્થ-તંદુરસ્ત રહી શકશો.