Sunday, 24 September 2017

125 cr ના અમરેલીના આ યાર્ડની જાણો ખાસીયતો, 17મી મોદીએ કર્યું ઉદઘાટન

17મીએ યાર્ડનું પીએમ મોદી કર્યું ઉદઘાટન : ખેડુતો અને વેપારીઓ માટે ઉભી કરાઇ અદ્યતન સુવિદ્યા

અમરેલી: અમરેલીમા 17મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રૂપિયા 125 કરોડના ખર્ચે તૈયાર થયેલા અલ્ટ્રામોર્ડન યાર્ડનુ ઉદ્દઘાટન કર્યું હતું. સમગ્ર દેશમાં નમુનેદાર બની રહે તેવું અદ્યતન માર્કેટયાર્ડ ખુબ ટુંકાગાળામાં તૈયાર કરાયું છે. જેમાં ખેડૂતોએ અગાઉ કલ્પી હોય તેવી સુવિધાઓ પણ ઉભી કરવામા આવી છે. અહીં ખેડૂતો માટે રહેવા જમવાની તમામ વ્યવસ્થા વિનામુલ્યે ઉભી કરવામાં આવી છે.

શહેરની ભીડભાડથી દુર વિશાળ જગ્યામાં માલ લાવવા લઇ જવાની સગવડતા ઉપરાંત આધુનિક શેડ, યોગ્ય પાર્કિંગ, સોઇલ ટેસ્ટ લેબોરેટરી, વેર હાઉસ, ગેસ્ટ હાઉસ જેવી અનેક સુવિધાઓ ઉભી કરાઇ છે. માર્કેટીંગયાર્ડના કેમ્પસમાં 500 ટનની ક્ષમતા ધરાવતું કોલ્ડ સ્ટોરેજ ઉભું કરાયું છે. જેથી ખેડૂતો અને વેપારીઓ માલનો સંગ્રહ કરી શકે. ખેડૂતો માટે અકસ્માત વિમા, સંતાનોની શિક્ષણ સહાય જેવી યોજનાઓ તો છે . -માર્કેટ અને ઓનલાઇન ખરીદી જેવી સુવિધાઓ પણ છે.

80
ફુટની ઉંચાઇ પર પાણીની વિશાળ ટાંકી, ભવિષ્યના આયોજન માટે 12 વિઘા રીઝર્વ જમીન, કૃષિ મોલ, દરેક દુકાન અને ગોડાઉનમા એટેચ ટોઇલેટ, બાથરૂમની સુવિધા, ભુકંપ પ્રતિરોધક બાંધકામ જેવી અનેક વિશેષતાઓ અહી છે.

No comments:

Post a Comment