સ્વાઇન ફલૂ અંગેની માહિતી
રોગનો ઇતિહાસ :
ઠંડીની ઋતનુ ની શરૂઆતથી ભારત દેશના ઘણા રાજ્યોમાં સ્વાઇન ફલૂ ના કેસો જોવા મળેલ છે. ચાલુવર્ષના જાન્યઆુ રી માસથી ગુજરાત માંપણ સ્વાઇન ફલૂ ના કેસોમાંવધારો નોંધાયેલ છે.
વર્ષ ૨૦૦૯માં આ સ્વાઇન ફલૂ નો રોગચાળો સમગ્ર વિશ્વ માં ફેલાયેલ હતો . ૨૦૦૯ ના જુલાઇ માસમાં ગુજરાત માં સૌ પ્રથમ કેસ નોંધાયો. ૨૦૦૯ અને ૨૦૧૦ માંઆ રોગના કેસોમાં વધારો જોવા મળેલ હતો ત્યારબાદ તેમાં ધીમે ધીમે ઘટાડો નોંધાયેલ હતો.
સ્વાઇન ફલૂ વિષાણુ થી થતો શ્વસન તંત્રનો ચેપ છે. સ્વાઇન ફલૂ નો રોગ ઇન્ફ્લૂએન્ઝા એ ના વિષાણુ (વાઇરસ) ધારા ફેલાય છે.
રોગનો ફેલાવો
ઇન્ફ્લૂએન્ઝા ને આપણે સામાન્ય રીતે ફલુ કે શરદી-શળેખમના નામે ઓળખીએ છીએ. સને ૨૦૦૯ માં સ્વાઈન ફલૂ ના વિષાણુ ના જનીનીક બંધારણમાં ફેરફાર થવાના કારણે ઘણા લોકોને્ ફલૂ ની બીમારી લાગુ પડેલી.
રોગના મુખ્ય લક્ષણો
સામાન્ય થી ભારે તાવ,
કાકડા ઉપર સોજો આવવો અને
ગળામાં દુખવું
શરદી, ખાસી અને
શરીરમાં નબળાઇ ,
ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવા,
ઠંડી લાગવી,
શરીર તૂટવું કે દુખાવો થવો .
ગળફામાં લોહી પડવું ,
શ્વાસ ચઢવો જેવા ન્યુમોનિયા ના લક્ષણો જણાય,
બાળકોમાં ખાંસી સાથે તાવ, બાળક રમતુના હોય અનેઘેનમાં રહેતું હોય ઉપરાંત શ્વાસની તકલીફ હોય તો આ બાબતને ગંભીર ગણી તાત્કાલિક સારવાર લેવી જોઈએ.
ખાસ કાળજી
આ બીમારી થી પ વર્ષથી નાના અને ૬પ વર્ષથી મોટા વ્યક્તિ ઓ વધારે અસર પામે છે.
સગર્ભા સ્ત્રીઓને આ રોગની ગંભીર અસર થતી હોય તેઓએ વિશેષ કાળજી લેવી જરૂરી છે.
આ ઉપરાંત દમ, શ્વાસનતંત્રના રોગો, મધુપ્રમેહ (ડાયાબીટીશ), હ્રદયરોગ, કીડની, રક્તવિકાર (હિમોગ્લોબીનોપેથી), મગજ અને મજ્જાતંતુ ના રોગીઓ. તેમજ એચ.આઇ.વી.ના દદીઓને આ રોગ જોખમી પુરવાર થઈ શકે છે.
રોગનો ફેલાવો
સ્વાઇન ફલૂ હવાથી ફેલાતો એક ચેપી રોગ છે. ચેપગ્રસત દદી બોલતી વખતે, ખાંસી કે છીંક ખાય તયારે રોગના જીવનું વાતાવરણમાં ફેલાય છે, વાતાવરણમાં ફેલાયેલા જીવનું શ્વાસોશ્વાસ દ્વારા અન્ય તંદુરસ્ત વ્યક્તિ ના શરીરમાં દાખલ થાય ત્યારે આ રોગ થાય છે.
દદી સાથે હાથ મીલાવવાથી કે તેની વા૫રેલી વસ્તુ વાપરવાથી પણ રોગ ફેલાઈ શકેછે. આ રોગના જીવનું ચામડી ઉપર પાંચથી દશ મિનિટ અને નિર્જીવ વસ્તઓુ જેવી કેપ્લાસ્ટીક, સ્ટીલ, ફોન, લેપટોપ, દરવાજાના નકુચા ઉ૫ર દોઢથી બે દિવસ જીવે છે.
રોગ નું નિદાન :
રોગ નું નિદાન દદીના નાક અને ગળાની અંદરના સ્ત્રાવની તપાસ કરીને કરવામાં આવે છે.
રોગની સારવાર
આ રોગથી ગભરાવું નહીં અને ,સમયસરની સારવાર અને અસરકારક ઉપચાર થી આ રોગની ગંભીર અસરોથી બચી શકાય છે,
આ રોગના લક્ષણો દેખાય કે તરત જ દદીએ તાતકાલીક સરકારી- ખાનગી દવાખાનામાં સારવાર માટે
જવું જોઈએ અને જરૂર મુજબ એન્ટી વાઇરલ દવાઓ જેવી કે ઓસલ્ટામીવીર સમયસર દર્દીને આપવામાં આવેતો દદીને રોગમાં થી મુક્તિ મળે છે. આ દવાઓ સરકારી દવાખાનાઓમાં તથા માનયતા પ્રાપ્ત ખાનગી મેડીકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
રોગથી બચવા શં કરવું ?
- વધુ પાણી પીવું , પરુતી ઉંઘ લેવી, આરામ કરવો,
- વિટામીન - સી યુક્ત ખાટાં ફળો ખાવાં.
- આ રોગથી પીડાતી વ્યક્તિઓ એ ઘરે રહેવું , મેળા, સભા ,સરઘસ, પાર્ટી , શુભ - અશુભ
- પ્રસંગોમાં ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું .
- સિનેમા હોલ , મોલ જેવા સ્થળો જયાં સેન્ટ્રલ એરકન્ડિશનર હોય તેવી જગ્યાએ પણ જવાનું ટાળવું. જાહેર માં થુંકવું નહીં .
- નમસ્કારની મદ્રુાથી અભિવાદન કરવું , હાથ મિલાવવા નહિ .
- ખાંસી કે છીંક ખુલ્લી હાંધેલી માં ખાવી નહિ , રૂમાલમાં, સાડીનો છેડામાં કે શર્ટ ની બાયમાં ખાવી અને તેને ગરમ પાણીથી ધોઇ નાખવું.
- ભારથી કે ઓફિસેથી ઘરે પહોંચો કે તરતજ હાથ સાબુ થી ધોઈ નાખવા.

No comments:
Post a Comment