Sunday, 17 September 2017

એકદમ સરળ ઉપાયોથી બચો આંખો ના નંબરથી

 આજકાલ જોઈએ તો સાવ નાના નાના છોકરાઓને પણ આંખે નંબર આવી જાય છે , અને ચશ્માં લાગી જાય છે , કોને ગમે આવા નંબરના ચશ્માં પહેરી રાખવા આખો દિવસ . પાછા ના પહેરીએ તો નંબર વધી જાય . તો આવો જોઈએ કેટલાક ઘરેલું ઉપચારો જેના દ્વારા તમે તમારી આંખોને નંબર થી બચાવી શકશો.

* આંખો ને નંબરથી બચાવી હેલ્ધી રાખવાના ઉપાયો :

  • કાંસાની વાટકી પર ઘી લગાવીને તેનાથી પગના તળિયે રોજ રાત્રે મસાજ કરો.
  • રોજ રાત્રે ૭ થી ૮ બદામ પલાળીને સવારે પીસીને પાણી સાથે મિક્સ કરીને પીઓ.
  • કાનપટ્ટી પર ગાયના ઘી થી હળવા હાથે રોજ થોડીવાર મસાજ કરો .
  • રોજ રાત્રે પગના તળિયે સરસીયા ના તેલથી માલિશ કરીને સૂવો.
  • રોજ આમળા નું સેવન કરો તેમજ આંખો માં ગુલાબજળના ટીપાં નાખો.
  • કેળા અને શેરડીનું સેવન વધુ કરો , શેરડીનો રસ પણ પી શકાય.
  • દરરોજ એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નીચોવીને પીવો.
  • લીંબુ અને ગુલાબજળને સમાન માત્રા માં મિક્સ કરીને એ મિશ્રણમાં કોટન બોલ્સ ડબોળીને આંખો પર મુકો .
  • ૧ થી ૨ ગ્રામ સાકર તથા જીરાને ૨ થી ૫ ગ્રામ ગાયના ઘી સાથે ખાવાથી તથા લીન્ડીપીપરને છાશમાં ઘસીને આંજવાથી રતાંધળાપણા માં ફાયદો થશે.
  • રોજ દિવસમાં ઓછામાં ઓછું બે વાર મોમાં પાણી ભરી રાખી પોતાની આંખો પર ઠંડા પાણીની છાલક મારવી જોઈએ .
  • એક ચણાના દાણા જેટલી ફટકડી ને શેકીને સો ગ્રામ ગુલાબજળ માં નાખીને રોજ રાત્રે સૂતી વખતે ચાર પાંચ ટીપાં આંખોમાં નાખવાથી આંખોના નંબર દૂર થશે.
  • ઠંડી કાકડી કે કાચા બટેકાની સ્લાઈસ કાપીને આંખો પર મુકો.
  • રાત્રે સૂતી વખતે દીવેલ અથવા શુધ્દ્ધ મધ આંખો માં આંજવાથી આંખોની ચમક વધે છે 
  • રૂ નાં પુમડા ને ગુલાબજળમાં પલાળી આંખો પર એક કલાક રાખો જેથી આંખોની બળતરા શાંત થશે અને આંખોને ઠંડક મળશે .
  • સૂવાના ત્રણ કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ , આમ કરવાથી તમારી આંખો સ્વસ્થ રહેશે .
  • ઉઘાડા પડે લીલાછમ ઘાસ પર ચાલવાથી આંખો ને ઠંડક મળશે અને ચશ્માં દૂર થશે.
  • ત્રિફળા ના ચૂર્ણ ને રાત્રે માટીના વાસણ માં પલાળી સવારે કપડાથી ગાળી આ પાણી વડે આંખો ધોવાથી આંખોનું તેજ સારું રહે છે.
  • પીસેલી બદામ , મોટી વરીયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવી રોજ એક ચમચી એક ગ્લાસ દૂધ સાથે રાત્રે સૂતી વખતે લેવાથી આંખો સ્વસ્થ રહેશે.
  •  આ બધા ઘરેલું ઉપચારો તમારી આંખોને સ્વસ્થ રાખશે તેમજ ચશ્માં ના નંબર થી બચાવશે. માટે જો આંખો ને રાખવી હોય હેલ્ધી તો ટ્રાય કરો આ હેલ્થી ટીપ્સ તમારી આંખો માટે.

No comments:

Post a Comment