Wednesday, 9 August 2017

ટંકારામાં નહાવા પડેલા 3 બાળકના ડૂબી જતાં મોત

મોરબીઅને ટંકારા પંથકમાં યમરાજ આજે સોમવારે પડાવ નાખીને બેઠા હોય તેમ ત્રણ બનાવમાં ડૂબી જતા ચાર બાળક સહિત કુલ પાંચના મોત નીપજ્યા છે. 

ટંકારાના કલ્યાણપર રોડ તરફ આવેલા મફતિયાપરામાં વસતા અને મજૂરી કામ કરીને પેટિયું રળતા સરણીયા જ્ઞાતિના પરિવારના ચાર બાળકો ઘર પાસે પાણી ભરેલા ખાડામાં રમી રહ્યા હતા ત્યારે ચાર પૈૈકી ત્રણ બાળકો ડૂબી ગયા હતા. પરિવારના પુરુષો મજૂરી માટે ગયા હતા અને ભાવના સલીમભાઇ, લાલો બેચરભાઇ અને તેનો નાનો ભાઇ જગો બેચરભાઇ પાણીમાં રમતા હતા ત્યારે ડૂબી ગયા હતા, જ્યારે જાનુ દાદુ તારમામદને બચાવી લેવામાં અાવી હતી. બાળકો પાણીમાં ફસાતાં તેમની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ એક બાળકને બચાવી શકાયો હતો. 


જ્યારે મોરબી-વાંકાનેર હાઈવે પરના પાણીના ખાડામાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા બી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. જો કે મૃતક યુવાનની ઓળખ થઇ શકી હતી. 


મૃતક યુવાન રખડતો ભટકતો ૨૫ વર્ષનો યુવાન હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ મૃતક યુવાન માનસિક અસ્થિર હોવાનું પણ પોલીસને સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું. જયારે બીજા બનાવમાં મોરબીના આમરણ (જી) ગામ નજીકના વોકળામાં ડૂબી જવાથી ખીમ બાબુભાઈ ભરવાડ (ઉ.વ.૧૩) નામના બાળકનું મોત નીપજ્યું છે. 


વ્હાલસોયાના મૃત્યુથી પરિવારજનો સ્તબ્ધ 


મોરબી અને ટંકારામાં પાંચના ડૂબી જતાં મોત 

No comments:

Post a Comment