શિવનગર ગામનું બાલાજી ગ્રુપ બનાસકાંઠા પુરપિડીતોની મદદે રવાના
મોરબી જીલ્લા બાદ મેધરાજાએ બનાસકાંઠા તથા તેના ઉપરવાસના વિસ્તારને ધમરોળ્યું હતું ભારે વરસાદને પગલે બનાસ નદીમાં ધોડાપુર આવતા બનાસકાંઠા અને અનેક ગામોમાં પુર આવ્યા હતા અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તેમજ અંબાજીમાં ભારે વરસાદ પડતા તેની આસપાસના ગામો બેટમાં ફેરવાયા હતા અને લોકોની ધરવાખરી સહિત બધું નાશ થયું છે એવામાં અસરગ્રસ્તોને મદદ પહોચાડવા સહાયનો ધોધ વર્ષી રહ્યો છે.જેમાં મોરબી શિવનગર ગામના બાલાજી ગ્રુપ દ્વારા બનાસકાંઠા પૂરપીડીતો માટે ૧૫૦ કિલો લાડવા,૯૦ કિલો ગાંઠિયા અને ૨૦ કિલો નમકીન સહાય માટે ગત રાત્રીના રવાના કરવામાં આવ્યું છે.

No comments:
Post a Comment