Tuesday, 19 September 2017

હેલ્થ ટિપ્સ


 જુવાનીને જવા ન દેવી હોય તો ટામેટા ખાવ

  •  ટામેટા ખાવાથી ચામડીની ચમક વધે છે. જુવાની જળવાઈ રહે છે. તેમજ મેદ ઘટે છે
  •  કાચા સલાડના રૂપમાં, શાકભાજી સ્વવરૂપે અથવા કોઈપણ રૂપે ટમેટાનું સેવન શરીર માટે ફાયદા કારક છે. તેમાંથી વિટામીન એ બી તથા સી ત્રણે મળે છે. તેવું તાજેતરના સર્વે દ્વારા જાણવા મળે છે
  •  ટામેટામાં પોષક તત્ત્વો પુષ્કળ હોવાથી શાકભાજી તેમજ ફળ તરીકે શ્રેષ્ઠ ગણાય છે.
  • ટામેટાં ખાટાં, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર છે.
  • તે અગ્નીમાંદ્ય, ઉદરશુળ, મેદવૃદ્ધી, રક્તવીકાર, હરસ, પાંડુરોગ અને જીર્ણજ્વરને દુર કરે છે.
  • ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે.
  • ટામેટાં સારક હોવાથી કબજીયાત દુર થાય છે.

    No comments:

    Post a Comment