Monday, 21 August 2017

મોરબી ફાયરની ટીમમાં આધુનિક બાઈક્સ સામેલ


જીલ્લા પ્રાથમિક શિક્ષક સંધના કાર્યાધ્યક્ષ રમેશભાઈ જાકાસનીયાનો આજ જન્મદિવસ

હળવદમાં મંગળવારથી કલા મહાકુંભનો પ્રારંભ

  83
Want create site? Find Free WordPress Themes and plugins.

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવુત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી,મોરબી દ્વારા સંચાલિત “કલા મહાકુંભ ૨૦૧૭” ની જીલ્લા કક્ષાની સ્પર્ધાઓનો શુભારંભ આવતીકાલથી હળવદ ખાતે સરસ્વતી શિશુમંદિરમાં યોજવામાં આવશે.જેમાં વિજેતા થનાર સ્પર્ધકોને સાંદીપની ઈ.મી. સ્કુલ હળવદ તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવશે.તેમજ જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.વિજેતા થનાર પ્રથમ વિજેતા સ્પર્ધક પ્રદેશ કક્ષાએ ભાગ લેવા જશે.તા.૨૨નાં રોજ ૧૦ વર્ષથી ૨૦ વર્ષ નીચેના સ્પર્ધકો પોતાની કલાને રજુ કરશે.તેમજ તા.૨૩ નાં રોજ ૧૦ વર્ષથી નીચેના તથા ૨૦ વર્ષથી ઉપરના સ્પર્ધકો પોતાની કલાનો કસબ અજમાવશે

વાંકાનેરમાં ગણપતિ મહોત્સવ સમિતિ દ્વારા ધર્મ સભા યોજાઈ

વાંકાનેર માં ગણપતિ મહોત્સવ ને લઈ ને એક ધર્મસભા નું આયોજન જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં લોહાણા મહાજન ભોજનશાળામા ગણપતિ મહોસત્વ સમિતિ દ્વારા કરવામાં આવ્યુ .તેમાં સર્વ જ્ઞાતિ ના આગેવાનો, સંતો મહંતો, તેમજ બહોળી સંખ્યામાં ગણેશ ભક્તો ઊમટી પડ્યા હતા.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા જિનપરા માંથી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ આ શોભાયાત્રા મા દરેક વિસ્તાર ના સૌ ગણેશ પંડાલ ના આયોજકો તેમજ વાંકાનેર તાલુકા ના દરેક ગણેશ ભક્તો ને  શોભાયાત્રા માં જોડાવા જીતુભાઇ સોમાણી દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું

Wednesday, 16 August 2017


Wash N go, Morbi 

#Morvi #Cityvisionpublicity


Atmiya Computer Morbi

50% scholarship for students
Contact : Vijay Patel _ 98985 13013


વેજીસ ધ પફ શોપ, મોરબી
http://www.vegeis.com/
Cityvision Publicity, Morbi

Saturday, 12 August 2017

મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન નીચે આવી જતા આધેડનું મોત
















મળતી વિગત મુજબ મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન વાંકાનેર થી પરત ફરી રહી હતી તે દરમિયાન મોરબી પાડા પુલ પર ટ્રેન હડફેટે આવી જતા એક આધેડનું મૃત્યુ થયું છે.બનાવની જાણ થતા મોરબી રેલ્વે પોલીસ ધટના સ્થળે દોડી જઈને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.જોકે આ બનાવ આપધાત છે કે અકસ્માત તે જાણી શકાયું નથી.મોરબી રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શિવનગર ગામનું બાલાજી ગ્રુપ બનાસકાંઠા પુરપિડીતોની મદદે રવાના















મોરબી જીલ્લા બાદ મેધરાજાએ બનાસકાંઠા તથા તેના ઉપરવાસના વિસ્તારને ધમરોળ્યું હતું ભારે વરસાદને પગલે બનાસ નદીમાં ધોડાપુર આવતા બનાસકાંઠા અને અનેક ગામોમાં પુર આવ્યા હતા અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તેમજ અંબાજીમાં ભારે વરસાદ પડતા તેની આસપાસના ગામો બેટમાં ફેરવાયા હતા અને લોકોની ધરવાખરી સહિત બધું નાશ થયું છે એવામાં અસરગ્રસ્તોને મદદ પહોચાડવા સહાયનો ધોધ વર્ષી રહ્યો છે.જેમાં મોરબી શિવનગર ગામના બાલાજી ગ્રુપ દ્વારા બનાસકાંઠા પૂરપીડીતો માટે ૧૫૦ કિલો લાડવા,૯૦ કિલો ગાંઠિયા અને ૨૦ કિલો નમકીન સહાય માટે ગત રાત્રીના રવાના કરવામાં આવ્યું છે.

મોરબીમાં મહિલાઓ માટે કાનૂની જાગૃતિ સેમીનાર યોજાયો















સુરક્ષા સેતુ સોસાયટી આજે મોરબી જીલ્લા પોલીસ વડાંની સુચાનથી એ ડીવીઝન પોલીસમથક ખાતે મહિલા કાનૂની જાગૃતિ દિવસ ઉજવાયો હતો જેમાં મહિલાઓને કાનુન દ્વારા મળતા રક્ષણ અંગે, વિવિધ કાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ઘરેણું અત્યાચારનો ભોગ બનનાર મહિલા માટે ૧૮૧ ટીમ કેવી રીતે મદદ કરે છે, વિવિધ અત્યાચારના, છેડતી જેવા બનાવોમાં તાકીદે પોલીસની મદદ કેવી રીતે મેળવવી વગેરે માહિતી મહિલાઓને આપવામાં આવી હતી.આ સેમિનારમાં ડી.વાય.એસ.પી.બારેયા, રંજનબેન મકવાણા ,પીયુતાબેન ,એડવોકેટ ભટ્ટબેન અને અન્ય સામાજિક મહિલા સંસ્થા ના અગ્રણી બેહનો ઉપસ્થિત રહ્યા હતા

Friday, 11 August 2017

Yog Edu Morbi
Learn How to import & Export
#Morbi #Morvi #Cityvisionpublicity 
#Imoport #Export #Importexport 
with Yog Edu Morbi and 
Tejas Bavarava in Morbi.

Atmiya Tours & Travels, Morbi
#Morbi #Morvi #Cityvisionpublicity
 — with Kesavi Tours Travels Morbi in Morbi.



મોરબી ભાજપના આગેવાનોના બાંધકામ સામે વાંધા અરજી -
તંત્ર નોટીસ આપી બંધ કરાવશે .
તા,11/8/2017 નાં રોજ મોરબી ની ગોઝારી મરછું જળ હોનારત ને 38 વર્ષ પુર્ણ થાય છે.
કેટલાય પરિવારે પોતાના લાડકવાયા પુત્ર, પુત્રી, માઁ-બાપ, ભાઈ-બહેન કે વડિલ ગુમાવ્યા હશે તેની આંખો ભીંની જરુર થઈ જશે પરંતું વિધીના લખ્યા લેખ મિથ્યા નથી થવાના. પણ આવા સમયે આપણે તેના દુ:ખના ભાગીદાર બનીને તેમના પરિવારને દિલાસો તો જરુર પાઠવજો.
તા.11/8/1979 નાં રોજ આ કુદરતનાં કાળમુખા રૌદ્ર સ્વરુપ સમી જળહોનારતમાં માર્યા ગયેલાં હજારો દિવંગતો ને મારા આ તકે શ્રદ્ધાસુમન અર્પણ.....અસ્તુ....ૐ શાંતિ શાંતિ...



Thursday, 10 August 2017

Krishna Hospital No.1 in Morbi


      9000 Succesfull Surgeries with very excellent clinical outcome.
Krishna Hospital Recognized as a “FRIENDSHIP”Hospital on “108 Ambulance Day” towards supporting the noble mission of saving lives and contributing towards a safe society by
Transparency in Operation.
Regular Training and Skill Development of Staff.
Free Stabilization care and Patient Centric Definitive Care.
Speedy Handing Over and Taking Care of Patients Brought by 108.
·         Dr Vinod Kaila is award winner as a best doctor in Gujarat for best Community Services.
·         Dr Vinod Kaila is the one and only Orthopedic and Joint Replacement Surgeon having the degree of A.F.I.H. for Industrial Health.

રંગીલું ને રજવાડી઼ મારું મોરબી મચ્છુ તારા વહેતા પાણી Morbi Machhu Dem 20...

Wednesday, 9 August 2017

What Is GST Easy Hai Morbi JDMakasana Gujarat India World technology Mo...

Car For Handicap New Technology GIF India World Technology

How Does ATM Machine Works Gujarat Morbi India JdMakasana

Qatar offers visa-free entry to India, 79 other nations amid Gulf crisis

Qatar announced on Wednesday it was scrapping visa requirements for visitors from 80 countries as it weathers a boycott by four Arab states and gears up to host the World Cup in 2022.


Under the new policy announced by Qatar Airways and authorities, citizens of 33 mostly European countries can enter without a visa for 90 days in single or multiple trips during a 180-day period.

Americans, Britons, Canadians and citizens of 44 other countries can enter visa-free for an initial 30 days on single or multiple trips, and can extend that for a further 30 days.

Energy-rich Qatar's economy has taken a hit since Saudi Arabia, the United Arab Emirates, andmoved to isolate it two months ago over allegations it supports extremists.

The quartet of Arab nations is particularly irked by Qatar's ties with and its support of Islamist opposition groups. Qatar denies it backs terror groups and says the allegations against Doha are politically motivated.

The four countries cut diplomatic and transport links with Qatar in June, and barred Qatar from using their airspace and shipping lanes.

In a related development, the UAE and today sought to clarify a statement made the day before by the International Civil Aviation Organization, which said both countries had agreed to open up some of their airspace, including new "temporary or contingency" routes, for Qatar Airways.

The two, in statements carried on the UAE's and Bahrain's state-run news agencies, said that they had not agreed to open up their airspace in full to Qatari flights but to only allow Qatari aircraft to use their airspace located above international waters.

નિરાધાર બહેનોના ભાઈ બનીને રક્ષાબંધન ઉજવી

રક્ષાબંધનનાપવિત્ર તહેવારના દિવસે નિરાધાર બહેનોના ભાઈ બનીને મોરબીના બે યુવા ઉદ્યોગપતિઓએ પર્વની અનોખી ઉજવણી કરી હતી. નિરાધાર બહેનો પાસે પહોંચીને તેના ભાઈ બનીને પ્રેમથી રાખડી બંધાવી હતી અને પોતાની લાડકવાયી બહેનોને નાસ્તો કરાવીને તેમની સાથે સમય વિતાવ્યો હતો. ભાઈ-બહેનના અતુટ પ્રેમના પ્રતિક સમાન પવિત્ર રક્ષાબંધનના પર્વ બહેન તેના લાડકવાયા ભાઈના હાથમાં રાખડી બાંધતી હોય છે. પર્વની ધામધૂમથી દરેક સ્થળે ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ આવા તહેવારોના પ્રસંગે સમાજ દ્વારા તરછોડવામાં આવેલા વંચિતો બાળકોને સૌ કોઈ ભૂલી જતા હોય છે. પરંતુ વંચિત બાળકો પણ તહેવારોની ખુશી મેળવી સકે તેના માટે સેવાભાવી લોકો જાગૃત હોય છે. ઉદ્યોગપતિ હરેશ ગાંભવા અને યોગી પટેલ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિતે નિરાધાર બાળાઓ સાથે પર્વની ઉજવણી કરી હતી.

ટંકારામાં નહાવા પડેલા 3 બાળકના ડૂબી જતાં મોત

મોરબીઅને ટંકારા પંથકમાં યમરાજ આજે સોમવારે પડાવ નાખીને બેઠા હોય તેમ ત્રણ બનાવમાં ડૂબી જતા ચાર બાળક સહિત કુલ પાંચના મોત નીપજ્યા છે. 

ટંકારાના કલ્યાણપર રોડ તરફ આવેલા મફતિયાપરામાં વસતા અને મજૂરી કામ કરીને પેટિયું રળતા સરણીયા જ્ઞાતિના પરિવારના ચાર બાળકો ઘર પાસે પાણી ભરેલા ખાડામાં રમી રહ્યા હતા ત્યારે ચાર પૈૈકી ત્રણ બાળકો ડૂબી ગયા હતા. પરિવારના પુરુષો મજૂરી માટે ગયા હતા અને ભાવના સલીમભાઇ, લાલો બેચરભાઇ અને તેનો નાનો ભાઇ જગો બેચરભાઇ પાણીમાં રમતા હતા ત્યારે ડૂબી ગયા હતા, જ્યારે જાનુ દાદુ તારમામદને બચાવી લેવામાં અાવી હતી. બાળકો પાણીમાં ફસાતાં તેમની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ એક બાળકને બચાવી શકાયો હતો. 


જ્યારે મોરબી-વાંકાનેર હાઈવે પરના પાણીના ખાડામાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા બી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. જો કે મૃતક યુવાનની ઓળખ થઇ શકી હતી. 


મૃતક યુવાન રખડતો ભટકતો ૨૫ વર્ષનો યુવાન હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ મૃતક યુવાન માનસિક અસ્થિર હોવાનું પણ પોલીસને સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું. જયારે બીજા બનાવમાં મોરબીના આમરણ (જી) ગામ નજીકના વોકળામાં ડૂબી જવાથી ખીમ બાબુભાઈ ભરવાડ (ઉ.વ.૧૩) નામના બાળકનું મોત નીપજ્યું છે. 


વ્હાલસોયાના મૃત્યુથી પરિવારજનો સ્તબ્ધ 


મોરબી અને ટંકારામાં પાંચના ડૂબી જતાં મોત 

Sunday, 6 August 2017

Gujarat floods: Dam breach rumour leads to chaos in Morbi even as flood situation eases


Raksha Bandhan 2017: Know the Importance, History and Significance of Raksha Bandhan Festival in India